Marriage by an Engineer


“લગ્ન એટ્લે શુ ?”

“લગ્ન એટ્લે ગણિતની ભાષામાં કહું તો સમીકરણોમાંથી એક્સ ની વેલ્યુ શોધવાની પ્રક્રિયા.”

“એટ્લે ?”

“એટ્લે એમ કે, તમારી સામે કોઈ સમીકરણો હોય,તમે એ બધાને મિક્સ કરીને ઍક ફાઇનલ સમીકરણ બનાવો.એ ફાઇનલ સમીકરણ પછી ઍક ચલ વાળુ હોય અથવા બહુ ચલ પ્રકારનું પણ હોઇ શકે.”

“એટ્લે કે, તમે કોઈ એક વ્યક્તિ જોડે ઈમોશનલી કનેક્ટેડ હોવ કે એકથી વધારે વ્યક્તિ જોડે પણ હોઇ શકો.હોઇ શકે કે તમારી બહુ બધી જૂની ગર્લફ્રેન્ડસ્ હોય.તમે એ બધી માંથી વિચારીને અમુક સિલેક્ટ કરો,કે જે એક સમીકરણ રૂપે હોય.”

“અને એ સમીકરણ એકચલ કે બહુચલ(એક્સ,ઝેડ, વાય વગેરે) સ્વરુપનું હોઇ શકે.”

“એટ્લે કે એ ફાઇનલ સમિકરણમાં પણ એકથી વધું વ્યક્તિ હોઇ શકે.”

“તો એ સમીકરણનો ઉકેલ કઇ રીતે લાવવો.”

“એ તો હવે એનાં પર આધારિત છે કે તમારુ સમીકરણ છે કેવું ?”

“એટ્લે ?”

“એટ્લે એમ કે, જો તમારા સમીકરણમાં ઍક અને વાય બન્ને ચલ એકબીજા પર આધારિત ( એક્સ ઇસ અ ફંકશન ઓફ વાય ) હોય તો એક રીત,અને નાં હોય તો બીજી રીત.”

“એટ્લે ?”

“એટ્લે કે જો તમારાં સમીકરણો એલજેબ્રીક(બીજ ગાણિતિક) હોય તો તમે ગમે એટલી રીતો લગાવી શકો.ક્રેમર વાપરો કે પછી ઍક ચલ સરખો બનાવીને એને કેન્સલ કરો.”

“એટ્લે કે,જો અરેન્જ મેરેજ જ કરવા હોય તો અમુક રિજેક્ટ કરીને એક ફાઇનલ કરી લો ?”

“નાં, અમુકને રિજેક્ટ કરીને તમે તમારો જવાબ મેળવો,એક્સ ઇસ ઇકવલ ટુ હાઉ મચ.એ પછી બીજા વાય,ઝેડ પણ એમનો જવાબ મેળવી જ લેશે.”

“અને સમીકરણ એલજેબ્રીક નાં હોય તો ?”

“જો સમીકરણ મેટ્રીક્ષ ફોર્મમાં હોય તો…”

“ગોસ જોર્ડન,ગોસ એલીમીનેશન….”

“હા,લવ મેરેજ કરવા હોય અને લવ લાઇનને બદલે લવ ટ્રાયએન્ગલ કે લવ પોલિગન હોય તો..થોડાક રો અને કોલમમાં ફેરફાર કરીને પ્રપોઝ કરી દો.”

“અને જો એલજેબ્રીક નાં હોય…..મેટ્રીક્ષ પણ નાં હોય અને નોન એલજેબ્રીક જોય તો….?”

“તો ઍક જ રસ્તો છે,એવો રસ્તો જેમાં જવાબ એકદમ મળવાની ખાતરી નથી પરંતુ એ સિવાય કોઈ રસ્તો નથી.”

“કયો ?”

“ન્યુમેરીકલ મેથડ.ફોલ્સ પોઝિશન,ન્યુટન રેફસન મેથડ,બાય શેકશન મેથડ.”

“એટ્લે ?”

“એટ્લે એમ કે જ્યારે તમે નક્કી નાં કરી શકો કે શુ કરવાનું છે ત્યારે એન્જીનીયરો ને ખબર હશે, ટ્રાય એન્ડ એરર મેથડ.જયાં સુધી તમને જવાબ નાં મળે ત્યાં સુધી મથ્યા કરો.એજ છે ન્યુમેરીકલ મેથડ.”

“તમે કીધું આ એક સમીકરણ સોલ્વ કરવાની પ્રક્રિયા છે.તો આ સમીકરણ બનાવે છે કોણ ?”

“કોઈ પણ સમીકરણ બનાવવાં માટે શુ જોઈએ ?”

“બિંદુઓ,ડેટા.”

“એકઝેટલી, એ ડેટા એટ્લે કે છોકરાં,છોકરીઓને સોલ્વ કરવા માટેનાં સમીકરણો બનાવવાનો જરુરી ડેટા ભેગા કરી આપે છે એમનાં જ મિત્રો,બહેનપણીઓ અને સગા સંબંધીઓ.”

“તમને તમારો જવાબ મળી ગયો ?”

“એ જ તો મારે તમને પૂછવાનું હતુ.”
એન્જીનીયર સિવાયનાં મિત્રોને કદાચ અડધું નાં સમજાય તો ચિંતા નાં કરતાં.

પણ જો એન્જીનીયર મિત્રોને પણ નાં સમજાય તો જરૂર ચિંતા કરજો.

Published by Dhaval patel

not a professional writter

Leave a comment