lost in love

photography of couple holding hands
Photo by Andrea Piacquadio on Pexels.com

Lost in love

Yesterday was Saturday, We went out with Family. It was party given by rippalben for her first salary increment. It was nice evening with one old one family restaurant. Everyone were another side and I and urvi were little bit separately sitting. We ate. First time after a long time, she is not stubborn with me this time. She is not angry when I asked for my dinner plate separate. I was just totally into her. She drawn me into her voice and  her talks. I was just listening enough to answer her otherwise I was busy in her talks, topic and voice. She was angry little bit in starting because of me, then she just started talking to me after when I captured some of her nice clicks. I totally lost into her talks. I felt good. Dad scolded me, but that’s just nothing for me now because I was lost in someone very special.

 

dap

9662688321

couple standing in the seashore hugging each other during sunset
Photo by Asad Photo Maldives on Pexels.com

 

Love proposal

“શુ થયુ કેમ આજે ચુપ ચાપ ?” 

“હુ ગઇ કાલે કૉલેજ જવા નીકળેલો અને…”

“અને..?”

“અને…. બસ સ્ટેન્ડ પર મે…”

“બસ સ્ટેન્ડ પર તે ….?”

“મે કોઈ….”

“તે કોઈ……?”

“એકદમ અલગ અલગ જ કોઇક ને…..”

“એટ્લે….?”

“બાકી બધાં કૉલેજ જવા આવનારી બસની રાહ જોઇ ઉભા હતાં છત્રી નીચે.”

“અને તુ ?”

“હુ નહીં , બાકી બધાં છત્રી ખુલ્લી કરીને ઉભા હતાં કે જેથી ભીના થઇને કૉલેજ નાં જવું પડે.”

“અરે , અને તારી પાસે છત્રી નહતી એમ ?”

“હુ છત્રી હોવાં છતાંય પણ ભીંજાઇને જ ઉભો હતો , પણ ફર્ક એટલો હતો કે બાકી બધાં વરસાદમાં પલળતા હતાં અને હુ….”

“તુ…?”

“હુ પલળી નહતો રહ્યો.”

“તુ વાત ગોળ ગોળ નાં ફેરવ , સીધે સીધું કે કે શુ કર્યું હતુ તે સવારે ?”

“હુ પલળી નહતો રહ્યો , હુ કોઈને ભીંજાવતાં જોઇ રહ્યો હતો.”

“તુ..? કોને જોઇ રહ્યો હતો તું ?”

“હુ ભીંજાવાંનાં ડરથી નાં ડરનાર કોઈને જોઇ રહ્યો હતો ”

“કોઈ ? તુ આટલું ધ્યાનથી જોઇ રહ્યો હતો એનો મતલબ એ છોકરી જ હોવી જોઈએ”

“એ હવે માત્ર ‘કોઈ’ નથી રહી.”

“તો ? હવે એ શુ બની ગઇ છે?”

“એ હવે ક્યાંક કોઈ કોઇનાં નાનકડાં ઘરની માલિક બની ચૂકી છે.”

“આટલી નાની ઉંમરે?”

“એ ઘરમાં રાજ કરવા માટે એને ઉમરની જરુર નથી.”

“એવું કયુ ઘર છે?”

“છે ઍક ઘર….”

“મે જોયું છે?”

“એ મને શુ ખબર ? તે જોયું હોય તો તને જ ખબર હોય ને.”

“પણ કહે તો ખરાં કે કયું ઘર ?”

“સાચું કહું તો એ ઍક ઘર નહીં ,આખી ઍક અલગ જ દુનિયા હશે ઍની”

“એવી કઇ દુનિયા ઍની?”

“એ જ કે જે અત્યાર સુધી તો ફક્ત મારી જ હતી.”

“અને હવે ….?”

“હવે એને આપી દેવાની પુરે પુરી ઇચ્છા થઈ રહી છે.”

“તો દઇ જો એને …..પણ એવી તે કઇ દુનિયા વળી..?”

“મારૂ એનાં વગર અધૂરું જ ધડકતુ અને એકલું એકલું જ ફરતું એવું આ નાજુક હ્ર્દય ”

“આ શુ વળી ?”

“આ જ છે એ દુનિયા , મારૂ હ્ર્દય કે જે હુ એને આપવા ઇચ્છીશ.”

“પહેલા એ તો ખાતરી કરી લે કે એને તારું હ્ર્દય લેવામાં કોઈ રસ છે કે નહીં?”

“ઍની કોને પરવા કરે છે?”

“તો …?”

“મને ઍની જોડે પ્રેમ થઈ જાય તો એને મારી જોડે પ્રેમ કેમ નાં થાય?”

“અરે…રે , શુ તને ફરી પ્રેમ થઈ જવાનું ભૂત ઉપડ્યું છે?”

“તુ ભૂત કહીને આખી વાતનું અપમાન કર નહીં”

“અપમાન….? તને દીવસમાં કેટલી વાર પ્રેમ થાય છે આવા?”

“આખી દુનિયા ફરી લીધી , પણ આવો પ્રેમ ક્યાંય શકય નથી.”

“તું જાણે જ છે શુ એ છોકરી વિશે ?”

“જાણવું જરુરી જ છે?”

“તારી મરજી , તારે પ્રેમ કરવો છે ઍની જોડે.અને પ્રેમ કરવા જાણવું તો જરૂરી હોય પણ ખરું.”

“એમ તો હુ ઘણુ બધુ જાણું છું એનાં વિશે.”

“ઠીક , તો મને કહે કે તને એનામાં શુ જોઈને પ્રેમ થયો તને ?”

“એનાં જેવું કોઈ નિર્દોષ ખુબસુરત નથી.”

“બીજુ ?”

“એનાં જેટલું સહજ સુંદર નથી કોઈ.”

“બીજુ ?”

“એનાં જેટલી નવીન દેખાવડી બીજી કોઈ નથી.”

” હુ પણ નહીં?”

“અરે , ક્યા એ ,અને ક્યા તુ ? તુ મારો મૂડ નાં બગાડ.એનાં વિશે સાંભળ ખાલી.”

“કહે , હુ નહીં સાંભળું તો બીજુ કોણ સાંભળશે તને?”

“ધન્યવાદ , હવે હુ કાંઇ કહું એનાં વિશે….?”

“હા……એનાં જેવડી દેખાવડી કોઈ નહતી બીજી , હુ પણ નહીં.”

“માત્ર તુ જ નહીં , એનાં જેવડી રુપવાન તો ખુદ અપ્સરાઓ પણ નહીં હોય.”

“પરીઓ પણ નહીં?”

“અરે ,એમની શુ વિસાત ?”

“ઓહો હો…એટલી સુંદર?”

“અવર્ણનીય , અદ્ભૂત , અત્યંત સુંદર , સુંદરતાને જેનાં પાઠ કરવા પડે એટલી સુંદરતા એનાં અંશ અંશમાં સમાયેલી હતી.”

“તુ એનામાં ને એનામાં પાગલ થઈ જઈશ અથવા તો કવિ જ થઈ જઈશ.”

“અરે , તે એને જોઇ નથી એટ્લે તને એવું લાગે છે.જો તુ એને ઍક વાર જોઇ લઈશ તો…”

“તો….?”

“તું મનો મન જ પસ્તાઈશ કે ભગવાને તને એટલી ખુબસુરત કેમ નાં બનાવી”

“ગપ્પાં , મારા કરતાં તો એ ખુબસુરત હોઇ જ નાં શકે.”

“તારી અને ઍની સરખામણી જ શકય નથી.”

“હા , ક્યા હુ અને…..કેવી હશે એ..?”

“તને હુ ક્યારથી ઓળખું છું ?”

“નાનપણ થી. કેમ?”

“તો ભી મે કદી તારા વખાણ કર્યા ?”

“નાં…..જરાક અમથા પણ નહીં.”

“એને ઍક વાર જ જોઇ છે….છતાંય હુ એનાં વિશે આટલું કહું છે..તુ જ વિચાર.”

“એવું? તો..આટલાં જ હતાં એનાં વખાણ?”

“તારે એનાં વખાણ જ સાંભળવા છે?”

“હા , હુ પણ તો સાંભળું કે કેવી છે એ તમારી…..”

“મારી…..?”

“તમારી……જવા દે. તુ એનાં વખાણ કર..”

“એનો ચેહરો એટલો સુંદર છે કે ખુદ વરસાદ પણ વિચારી વિચારીને વરસતો હતો…..”

“વિચારતો હતો કે સવાર સવારે આ કેવું વિચિત્ર મોઢું જોઇ લીધુ.”

“વેરી ફની…, એ વિચારતો હતો કે ઍની હાજરીમાં હુ વરસીશ તો મને કોણ જોશે?”

“પણ લોકોએ તો વરસાદને જ જોયો ને…?”

“પણ મે તો એને જ જોઈને”

“પણ તને વરસાદની હાજરી તો ખબર જ હતી ને…”

“મને એનાં પર પડતો હતો એ જ વરસાદ યાદ છે.”

“ભલે , કાંઇ બીજુ કહે એનાં વિશે.કાંઇ ખાસ.”

“અરે ખાસ તો, તુ આવે એને જોવા એટ્લે ઍની આંખો જોજે ”

“કેમ ? લાલ બટાકા જેવી છે?”

“અરે , ઍની બન્ને આંખો મોતી જેટલી સુંદર છે.આંખોને શોભા પુરી પાડવા મૃગીણી જેવી ભ્રમર છે એની.”

“બીજુ ? એની આંખો શોભાયમાન કરવા એ મારી જેમ કાંઇ….. ”

“એની આંખોને તારી જેમ શણગારવાની કાંઇ જરુર જ નથી , છતાંય એને કાલે બન્ને આંખોએ હળવો એવો કાજલ લગાવ્યો હતો.બન્ને આંખો નીચેથી કાજલ પણ એની આંખોની સુંદરતા જોવા વલખાં મારી રહ્યો હતો.”

“અને ….બીજુ ? કોઈ પણ એવાં જ વલખાં કરી રહ્યુ હતુ…..”

“તુ જોકરની ભૂમિકા નાં ભજવ..”

“વરસાદમાં કાજલ કેવો ડરામણો થઈ ગયો હશે નહીં ?”

“બમ્બે બમ્બા નહતો પડતો…ઝીણા છાંટા પડતાં જ હતાં.”

“તુ એકલો જ એને જોવા વલખાં કરી રહ્યો હતો ?”

“નાં ,એનાં માથેથી વાળની ઍક લટ પણ વારે ઘડીએ એનાં ચેહરા પર જાણી જોઈને જ આવી જતી હતી.”

“એ પણ મારી જેમ લટ રાખે છે….?”

“ક્યા તારા વાળનાં ગૂંચળા અને ક્યા ઍની એ સરસ મજાની જીવ અધ્ધર કરી દેતી ચેહરા આગળ આવી જતી ઍની એ લટ,તને તો ચાંપલી ખુદનાં જ વખાણ સૂઝે છે.”

“હા , બોલ તુ એનાં વિશે હજુ બીજુ…..”

“કેમ તને ઈર્ષ્યા આવે છે..?”

“તુ બોલ…..હુ સાંભળું જ છું.”

“એનાં ચેહરા વિશે સાંભળીશ ?”

“હા , હુ બધુ જ સાંભળી રહી છું.મને ક્યા કદી ઈર્ષ્યા આવે છે?”

“સાંભળ , એનો ચેહરો એટ્લે કોઈ કવિને ગાંડા કરી મુકે, કોઈ ઉગતા ચંદ્રને શરમાવી દે, કોઈ મોર જાણે પાંખો ફેલાવીને….”

“બસ બસ , બહુ થયુ..”

“તને ઈર્ષ્યા આવતી હોય તો આપણે એનાં વખાણનો કાર્યક્રમ રેહવા દઈએ અને તારા વખાણનો પ્રોગ્રામ ગોઠઈએ.”

“મને કહે કે , તને એવું તો શુ થયુ છે આજે કે તું સાવ આવી વાતો કરે છે?”

“મે એને જોઇ લીધી છે.”

“તે એનો ચેહરો જોયો અને તું એને પ્રેમ કરી બેઠ્યો?”

“ચેહરો તો એનો કેટલીય વાર જોયો હતો, મે કાલે જ એને જોઇ હતી.”

“ગઇ કાલે જ જોઇ એને ?”

“અરે , એને તો હુ રોજે રોજ જોઉં છું….”

“એ રોજે રોજ આવે છે બસ સ્ટેન્ડ?”

“હા, એ રોજે રોજ આવે છે…અને રોજ મને મળે પણ છે.”

“આજે આવી હતી?”

“હા , આજે પણ આવી હતી.”

“તો ……જા ને તુ અહિયાં થી… હવે ઍની જોડે જ જઇને પડી રહેજે.”

“મે કહ્યુ તો ખરું કે , એને પણ પ્રેમ થઈ શકે …પણ…..”

“હા , હજુ એને તો તારી જોડે પ્રેમ થયો કે નહીં એ તો તને ખબર જ નથી.”

“હા , વાત હજી અડધી જ થઈ છે.”

“અરે , એને અડધી નાં કહેવાય..”

“હુ રાજી એ અડધું અને….એ રાજી એટ્લે આખું પુરુ.”

“એ રાજી….પછી તારા ઘરવાળા રાજી…પછી એનાં ઘરવાળા રાજી…પછી…. આખું પુરુ કહેવાય.”

“એ બધાની ચિંતા નાં કર તું , મારા ઘરવાળા રાજી…”

“તે એમને કહી ભી દીધું?”

“હા ,મે જ્યારે એને જોઇ ત્યારે જ એને ઘરે બતાવી દીધી.અને ….મારા ઘરવાળા ત્યારથી જ રાજી.”

“અરેરે….બહુ પહોંચેલી માયા છે તુ તો…”

“આભાર….”

“છોકરીનું તો આવી જ બન્યુ…તારી જેવી અઘરી આઈટમ જોડે આખી જીંદગી….”

“કેમ ? તને એમ લાગે છે કે હુ એને લાયક નહીં હોઉં ?”

“નાં , નક્કી એ પણ તારી જેવી અઘરી ઉબેટ જ હશે.”

“સાંભળ , ઍક કામ કરવાનું છે તારે…”

“મારે….? નાં બાબા નાં , હુ કાંઇ નહીં કરૂ”

“તારે કરવું પડશે”

“હુ નથી કરવાની…..”

“મારા ખાતર….”

“બોલ..”

“તારે જઇને એને….”

“એને…..નો નો, હુ નહીં…”

“હા , તુ જ ….”

“હુ એને જઇને તારા માટે…?”

“હા , જો તુ મારી ડાહી ડાહી પાકી ભાઈબંધ…”

“ઓય….”

“ઓકે , બેસ્ટ ફ્રેન્ડ…બસ…”

“હુ જઇને તારા માટે તારા તરફ થી એને…..?”

“હા , મારા તરફથી તારે એને પ્રપોઝ કરવાનું.”

“એ કેવું લાગે?”

“જેવું લાગવું હોય એવું લાગે ”

“નાં , તુ પ્રેમ કરે છે , તો તુ જ કર એને પ્રપોઝ. હુ શુ કામ કરુ?”

“તું મારી ફ્રેન્ડ છે. એટ્લે….”

“તો શુ ફ્રેન્ડ છું એટ્લે હુ એને પ્રપોઝ કરી આપુ ? કોઈ શુ કહેશે ? હુ ઍક છોકરી છું”

“તો?”

“તો એમ કે , ઍક છોકરી કોઈ બીજી છોકરીને પ્રપોઝ કરે તો સમાજ ઊંધું સમજે.”

“કોઈ કાંઇ નહીં સમજે.”

“તુ કરીશ કે નહીં ?”

“નાં ”

“જો એવું નાં કર…”

“તુ આ કામ બીજા કોઈને કે”

“તને ખબર જ છે કે જેટલું તુ મને જાણે છે એટલું બીજુ કોઈ નથી જાણતું..”

“તો..?”

“મે આ વાત કોઈ બીજાને કહી નથી..”

“તો હુ શુ કરુ ?”

“તુ મારા વતી એને પ્રપોઝ કર..”

“હુ એવું કાંઇ નથી કરવાની.તું ઍક કામ કર…..”

“બોલ…હુ તો તારું બધુ કામ કરુ જ છું.”

“બહુ ડાહ્યો…તારું જ કામ છે , સાંભળ હવે… તુ એને લેટર લખી દે અને…”

“અને….”

“કાંઇ નહીં..”

“ઓકે , હુ લેટર લખી પણ દઉં પણ એને આપવા તારે જ જવું પડશે..”

“એટ્લે જ મે આખું વાક્ય પુરુ નહતુ કર્યું..કે તુ લેટર લખી દે અને કોઇક ને મોકલ કે જે લેટર એને પહોંચાડી શકે.”

“તુ લેટર આપવા જવાં બેસ્ટ છે.”

“કેમ ?”

“ભૂલી ગઇ ? તુ ઍક છોકરી છે ને.”

“તો……?”

“તો… તુ એને લેટર તો આપી જ શકે.”

“હુ એવું કાંઇ આપવા નથી જવાની..”

“જો બકા….હુ એને ખરો પ્રેમ કરુ છું.અને જો અમારું કાઈ નાં થયુ તો એનું કારણ હશે તું…?”

“હુ ?”

“હા , તું….જ”

“કેમ હુ જ ? હજી એનાં ઘરવાળાને ક્યા ખબર છે? એમને ક્યાંક મંજુર નહીં હોય તો….? હુ કેમ?”

“તુ બહાના નાં બનાવ…બધુ રેડી જ છે…એનાં અને મારા પપ્પા પહેલેથી દોસ્ત છે.અને એ બન્ને પણ એમ જ વિચારે છે કે અમારાં બન્નેનાં લગ્ન થઈ જાય તો સારુ.”

“તે તો લગ્નનું પણ વિચારી રાખ્યું છે એમ ને..”

“અને .. તુ મારી મદદ કરવા તૈયાર નથી..”

“તારા પપ્પા તારા થનાર સસરાનાં દોસ્ત જ  છે એમ……સરસ.”

“હા , આ લગ્ન થઈ જશે તો અમારાં સંતાનો તને કેટલાય આશિર્વાદ આપશે….”

“પણ મારે કોઇના આશિર્વાદ નથી જોઈતા…..હુ એવું કાંઇ કરવાની નથી..”

“કેમ ?”

“કેમ કે……”

“કેમ કે….? કેમ અટકી જ ગઇ….?”

“કાંઇ નહીં , હુ તારી દોસ્ત છું…..”

“એટ્લે જ તો તને કહું છે….કે પ્લીઝ મને આટલું કરી આપ…..”

“હુ કેમ કરુ ?”

“અરે , તુ બીમાર હતી અને એસાઈમેન્ટ સબમીટ કરાવવાના હતાં ત્યારે કોણે લખી આપેલા..?”

“તે ધાર મારી…..?”

“હા જ તો…. ખબર છે ઍક દીવસ એકલી એકલી ઘરથી દૂર ખોવાઇ ગયેલી….ત્યારે મારો ફોન નંબર નાં હોત તો..?”

“તો ઓટો કરી લેત…”

“ભૂલી ગઇ ….મને ફોન કરેલો અને પાછી કહે કે , મને લેવા આવ…..”

“બહુ બેલેન્સ નહતું ફોનમાં..”

“પણ એડ્રેસ તો કીધું નહતું….છતાંય તને લેવા કોણ આવેલુ….?”

“તું આવેલો….પણ એમાં તારી જ ભુલ હતી.”

“તુ ખોવાઇ ગઇ એમા પણ મારી ભુલ ?”

“હુ તારા ઘરે જવા જ નીકળી હતી…પણ તે સરખું એડ્રેસ આપ્યું જ નહતું…..”

” તે એડ્રેસ માંગેલું?”

“મારે તને સરપ્રાઈઝ આપવી હતી…”

“તે તુ ખોવાઇ ગઇ અને તારા આખા પરિવારને મળી ગઇ હતી સરપ્રાઈઝ….”

“તુ થોડો કાંઇ ઓછો છે..?”

“કેમ ?”

“મને શોધવામાં કેટલી બધી વાર કરેલી…?”

“મે તને ખોવાઇને પરિવારથી દુર થતા બચાવી અને……..”

“અને….?”

“અને…. તુ મારૂ ઍક નાનકડું કામ પણ નથી કરી શકતી…”

“નાનકડું …?”

“હા , એને જઇને પ્રપોઝ જ તો કરવાનું છે ને…”

“હા , તો તુ કરી દે ને…”

“તું નઈ જ કરે ને…?”

“તને બીક લાગે છે ?”

“નહીં…પણ તને પ્રોબ્લમ શુ છે એને જઇને કહેવામાં?”

“તુ નહીં સમજે…”

“તો સમજાય મને…”

“તું નાનકડાં કીકા જેવું નાં કર..”

“મારે એવું જ કરવું છે….તુ મને સમજાવ…”

“તને ખબર તો છે કે કૉલેજનાં પહેલા દીવસથી જ……”

“પહેલા જ દીવસથી શુ ?આગળ તો બોલ…..”

“પહેલા જ દીવસથી આપડે બન્ને જોડે જ જઇએ છીએ , જોડે જ ભણીએ છીએ , જોડે જ ફરીએ છીએ….”

“કૉલેજથી નહીં , આપડે બન્ને સ્કુલથી જોડે જ રહીએ છીએ…..તો એનું શુ છે?”

“જે છે એ એજ છે ને…..”

“એટ્લે …?”

“એટ્લે એમ કે……બધાં કૉલેજમાં મને તારી….”

“તને મારી….?”

“મને તારી………”

“હા , બોલ….તને ….?”

“પાગલ…તને કોઈ દીવસ મનમાં એવું નાં થયુ કે તને બીજી કોઈ છોકરી કેમ ઉંચી નજરે જોતી નહતી…?”

“નાં , મને કોઈ દીવસ એવું નાં થયુ . કેમ ? મને થવું જોઈએ ?”

“બધાં મને તારી ગર્લફ્રેન્ડ સમજતા હતાં……એટ્લે….”

“ઓહ , એટ્લે કોઈ છોકરી……”

“હા , એટ્લે…..”

“અરેરે……તું…..?….અને એ પણ મારી…..?”

“હા , હુ નહીં લોકો એવું સમજતાં હતાં એમાં હુ પણ શુ કરુ…..”

“તારે મને પહેલા જ કહેવું જોઈએ ને..”

“કેમ ?”

“કેમ એટ્લે…?”

“કહેત તો મારાથી દુર ચાલ્યો જાત…?”

“અરે , પાગલ. હુ લોકોને સમજાવત કે એવું કાંઇ નહતું એમ…”

“નહતું…?”

“એટ્લે કે નથી એમ….”

“નથી એ તો હુ પણ જાણું છું…ખબર છે મને કે……વી આર જસ્ટ ફ્રેન્ડ્સ…..પણ દુનિયાને કોણ સમજાવે?”

“હવે એમને સમજાવાની જરુર જ ક્યા છે? પેલી આવી ગઇ છે ને મારી જીંદગીમાં..”

“હા ,આપડી વાતોમાં તો હુ તો બે ઘડી એને ભૂલી જ ગઈ…”

“હુ નથી ભૂલવાનો ને એમ એને કોઈ ઘડી…”

“એ તો મને ખબર પડી ગઈ છે હવે….”

“તુ ભલે એને જઇને મારા વતી પ્રપોઝ નાં કરે પણ કાંઇક આઈડિયા તો બતાવ એને પ્રપોઝ કરવાનો.”

“લોકો તરફથી કહેવાતા મારા બોયફ્રેન્ડ , સાંભળ….તું છે ને એને ઍક રોમેન્ટિક રેસ્ટોરાંમાં લઇ જા.”

“કેમ ?”

“એને સારી એવી ડિનર ટ્રીટ કે કોફી માટે લઈ જા.”

“કેમ ?”

“અરે , એને જઇને પ્રપોઝ કરવા..”

“એનો નંબર ક્યાંકથી શોધી કાઢ.”

“એ તો છે જ મારી પાસે.”

“સરસ , તું તો જેમ્સ બોન્ડ નીકળ્યો..છોકરીઓનાં નંબર રાખતો થઈ ગયો ને …”

“આભાર….”

“એનાં નંબર પર મેસેજ કર…ઍની જોડે મુલાકાતો વધાર…”

“એ બધાંથી શુ થશે ?”

“જો એ તારી જોડે આવશે તો એનો મતલબ એમ કે એને તુ પસંદ છે.”

“અને નાં પાડી દે તો…?”

“તો બધુ પુરુ……”

“તું તો ગુરુજી છે મારી….બીજુ કાંઇ સજેશન આપ…..”

“તુ એને એવી કોઈ રીતે પ્રપોઝ કર કે એને તુ ગમી જ જાય…”

“મને કેવી રીતે ખબર કે હુ એવું કેવી રીતે કરુ ?”

“ઍની ફ્રેંડ્સને પૂછી જો…”

“ઍની કોઈ ફ્રેન્ડ્સ ને નથી ખબર….”

“તે પૂછી જોયું…..?”

“હા , કોઈને કાંઇ નથી ખબર…ઍક જ ફ્રેન્ડ રાખે છે એ , એને પૂછેલું.”

“તો ગમે તે રીતે ઍની પસંદ જાણ…”

“પસંદ એટ્લે…..?”

“એટ્લે કે…..એનો ફેવરિટ કલર..ઍની ફેવરિટ હોટલ…ઍની ફેવરિટ મુવી….”

“એ બધાથી શુ થશે…..?”

“પ્રપોઝનાં દિવસે તારે એ મુજબ જ તૈયાર કરીને જવાનું….એનાં ફેવરિટ રંગનાં જ કપડા..ઍની ફેવરિટ રેસ્ટોરાંમાં જ લઈ જવાની એને….”

“મને એ બધી ક્યાંથી ખબર પડશે…? ઍક કામ કર…તુ મને તારી વિશે જ જણાવ…”

“એટ્લે…?”

“તારો ફેવરિટ રંગ?”

“પિંક…”

“મુવી….?”

“છેલ્લો દીવસ….”

“રેસ્ટોરાં ?”

“લવ ડાઇન..”

“ક્યા આવી એ પાછી?”

“એ મારા નાનાનાં ઘરથી થોડે દુર નાનકડી જ હોટલ છે.”

“ઓકે…બરાબર..”

“શુ ધૂળ બરાબર….બીજુ પૂછ.”

“જેમકે…?”

“જેમકે…ફેવરિટ જગ્યા..”

“ઓકે , ફેવરિટ જગ્યા?”

“મારા નાનાનું ઘર.”

“ઓકે , સરસ.”

“અરે , બીજુ પૂછ.”

“મને બીજુ કાંઇ સૂઝતું નથી તુ તારું બધુ જાતે જ કહી દે ને.”

“એવું નહીં તુ પૂછ.”

“ઓકે , ફેવરિટ ટાઈમ..?”

“રાતનાં બાર.”

“ફેવરિટ સીઝન ?”

“ચોમાસું..”

“ફેવરિટ ભાષા ?”

“આ તો કાંઇ સવાલ છે કોઈ છોકરીને પૂછવાનો ? ”

“હા ”

“ગુજરાતી..”

“તને કોઈ છોકરો પ્રપોઝ કરવાનો હોય તો કઇ રીતે કરવો જોઈએ એ છોકરો?”

“એ તો હુ કોઈને નાં કહું.”

“કેમ ?”

“વાત લીક થઈ જાય…”

“હુ કાંઇ એને નહીં કહી દઉં…”

“કોને ?”

“અરે , જે તને ભવિષ્યમાં પ્રપોઝ કરશે એને.”

“ઓકે , જો મને કોઈ છોકરો પ્રપોઝ જ કરવાનો હોય તો હુ ઇચ્છીશ કે એ મારી સામે મારા ફેવરિટ અને કાલ્પનિક ડ્રેસમાં સજ્જ થઇને આવે અને મારી આંખોમાં આંખો પરોવીને મારી સામે બે મિનીટ ઉભો રહે અને… કહી દે મને એનાં મનની વાત…”

“અરે , વરસાદ ચાલુ થઈ ગયો….”

“તો…?”

“હવે મારે ઘરે જવા નીકળવું પડશે…”

“હજુ તો વરસાદનાં થોડાક થોડાક જ છાંટા પડે છે..”

“અરેરે ,રાતનાં સાડા અગિયાર થઈ ગયા છે…..વાતોમાં ને વાતોમાં કાંઇ ખ્યાલ જ નાં રહ્યો…”

“ઓકે , હુ મુકી જાવ તને…”

“પણ હુ….ચાલી જઈશ…”

“એવું બને ? મારી બાઇક ક્યારે કામ આવશે ?”

“ઓકે ,બાર વાગ્યા છે હવે મમ્મી બોલશે કે ક્યા હતી અત્યાર સુધી ?”

“હુ આંટીને સમજાવીશ….”

“ભલે….”

“તને ઍક વાત તો પૂછવાની જ રહી ગઇ…”

“શુ ?”

“જવા દે ….તારે જવાબ આપવા બહુ વિચારવું પડશે…”

“ઓકે , પૂછ તો ખરો..”

“તને મુકીને ઘરે આવતાં જ પુછીશ…”

“જેવી તારી મરજી…હવે હુ તને ફોર્સ નાં કરી શકુ ને….”

“હવે કેમ નાં કરી શકે ?”

“તને ફોર્સ કરવાવાળી પેલી છે ને તારી બસ સ્ટેન્ડનાં વરસાદવાળી…”

“હા, એ તો છે….”

“તો ચલો, નીકળીશુ ?”

“ક્યા ?”

“મને ઘરે મુકવા.”

“હા , થોડો વરસાદ આવે છે , હુ રેઇન કોટ પહેરીને આવુ.”

“ડરપોક…વરસાદથી પણ ગર્લફ્રેન્ડ જેટલો જ ડરે છે.”

“અરે , તુ પણ કાંઇ છત્રી બત્રી લઈ લે, પલળી જઈશ તો નાક ગંગા બની વહેતું થઈ જશે….”

.

.

 .

.

.

“અરે , તારું ધ્યાન ક્યા છે? લાગે છે તારું ધ્યાન હજી પેલી બસ સ્ટેન્ડવાળીમાં જ ભટકે છે.”

“કેમ?”

“તે બાઇક આમ કેમ ઘૂમાવી ? મારૂ ઘર તો પેલી બાજુ જ છે?”

“હુ સાચા જ રસ્તે છું..”

“મારા ઘરની મને ખબર કે તને ખબર …?”

“મને ખબર બકા , મને ખબર…”

“અરે , પાછો ઊંધો વળાંક વાળ્યો… તારું મગજતો ઠેકાણે છે ને….”

“હુ સંપુર્ણ બુદ્ધિવાન અવસ્થામાં જ છું.”

“તો તારી નિયત તો ઠીક છે ને….?”

“અરેરે ,ભગવાન..આટલા ડાહ્યા છોકરાં પર કેવા કેવા આરોપો લગાવે છે આ છોકરી….”

“તો આમ સીટીની બહાર કેમ લઈ જાય છે બાઇક..?”

“મારામાં સહેજય વિશ્વાસ છે ?”

“હા , કેમ ?”

“તો મારા પર રાખ વિશ્વાસ…”

“અરેરે….આ તો બાજુનું સીટી આવી ગયુ…”

“હા , અહી જ આવવાનુ હતુ આપડે..”

“કેમ. ?”

“તુ આંખો બંધ કરી દે..”

“કેમ ?”

“તને ભરોસો જ નથી મારા પર…ચાલો પાછા .વળાવી લઉં બાઇક..?”

“નાં , નાં …તુ ચલાવ…હુ આંખો બંધ કરી જ લઉં છું.”

.

.

.

.

.

“બાઇક ઊભી રાખી દીધી કે ? હવે ?”

“હા , બાઇક ઊભી રાખી દીધી છે. હવે હુ કહું ત્યાં જવાનું છે આપડે…”

“પણ મને બંધ આંખે ચાલતા ફાવે નહીં…”

“ઓકે , હુ તને ઉંચકી લઉં તો…?”

“મારુ વજન ઉંચકી શકીશ…?”

 આટલું કહેતાં જ તો …..એણે એને ઉંચકી લીધી બન્ને હાથોથી.અને ઍક રેસ્ટોરાંમાં પ્રવેશ્યા…

“હવે તો આંખો ખોલી શકુ ને કે…?”

“હા , પ્રેમથી ખોલ આંખો..”

.

 .

તેણીએ બન્ને કાજલ લગાવેલી આંખો હળવેથી ઉંચી કરી.સામે પિંક શર્ટમાં તે ઉભો હતો.

“શુ છે આ બધુ ?”

“જો ઘડિયાળમાં , તારો ફેવરિટ સમય….”

“રાતનાં બાર…”

“ચોમાસું અને એનાં આછા છાંટા…”

“મારી ફેવરિટ ઋતુ..”

“તારી ફેવરિટ રેસ્ટોરાં…”

“અરે , હા આજ તો છે લવ ડાઈન…”

“અહિ થી દેખાય પેલું તારા નાનાનું ઘર…”

“એટ્લે જ તો આ હોટલ મારી ફેવરિટ છે…..પણ તને ક્યાંથી ખબર આ મારૂ નાનાનું ઘર છે એમ?”

“અને…. તારો ફેવરિટ રંગ….?”

“અરે , તે મારો ફેવરિટ રંગ…….? તે પિંક શર્ટ ….?”

“અને સૌથી ખાસ વાત….”

“કે તુ છેલ્લી બે મિનીટથી મારી આંખોમાં આંખો નાખીને મારી સામે જ ઉભો ઉભો રોમેન્ટિક મૂડમાં મારી સાથે વાતો કરી રહ્યો છે.”

“નાં , તારી ગણતરી કાચી છે….બારને ચાર થઈ….”

“તારે કઇ પૂછવાનું હતુ મને….?”

“હા , એ જ કે …..મારી ગર્લફ્રેન્ડ બનવાનું પસંદ કરીશ કે મારી ધર્મ પત્ની બની જવાનું જ પસંદ કરીશ..?”

“અને….. પેલી…?”

“પેલી ને જ તો પૂછી રહ્યો છું…….”

DAp

15bpe076@gmail.com

Marriage by an Engineer


“લગ્ન એટ્લે શુ ?”

“લગ્ન એટ્લે ગણિતની ભાષામાં કહું તો સમીકરણોમાંથી એક્સ ની વેલ્યુ શોધવાની પ્રક્રિયા.”

“એટ્લે ?”

“એટ્લે એમ કે, તમારી સામે કોઈ સમીકરણો હોય,તમે એ બધાને મિક્સ કરીને ઍક ફાઇનલ સમીકરણ બનાવો.એ ફાઇનલ સમીકરણ પછી ઍક ચલ વાળુ હોય અથવા બહુ ચલ પ્રકારનું પણ હોઇ શકે.”

“એટ્લે કે, તમે કોઈ એક વ્યક્તિ જોડે ઈમોશનલી કનેક્ટેડ હોવ કે એકથી વધારે વ્યક્તિ જોડે પણ હોઇ શકો.હોઇ શકે કે તમારી બહુ બધી જૂની ગર્લફ્રેન્ડસ્ હોય.તમે એ બધી માંથી વિચારીને અમુક સિલેક્ટ કરો,કે જે એક સમીકરણ રૂપે હોય.”

“અને એ સમીકરણ એકચલ કે બહુચલ(એક્સ,ઝેડ, વાય વગેરે) સ્વરુપનું હોઇ શકે.”

“એટ્લે કે એ ફાઇનલ સમિકરણમાં પણ એકથી વધું વ્યક્તિ હોઇ શકે.”

“તો એ સમીકરણનો ઉકેલ કઇ રીતે લાવવો.”

“એ તો હવે એનાં પર આધારિત છે કે તમારુ સમીકરણ છે કેવું ?”

“એટ્લે ?”

“એટ્લે એમ કે, જો તમારા સમીકરણમાં ઍક અને વાય બન્ને ચલ એકબીજા પર આધારિત ( એક્સ ઇસ અ ફંકશન ઓફ વાય ) હોય તો એક રીત,અને નાં હોય તો બીજી રીત.”

“એટ્લે ?”

“એટ્લે કે જો તમારાં સમીકરણો એલજેબ્રીક(બીજ ગાણિતિક) હોય તો તમે ગમે એટલી રીતો લગાવી શકો.ક્રેમર વાપરો કે પછી ઍક ચલ સરખો બનાવીને એને કેન્સલ કરો.”

“એટ્લે કે,જો અરેન્જ મેરેજ જ કરવા હોય તો અમુક રિજેક્ટ કરીને એક ફાઇનલ કરી લો ?”

“નાં, અમુકને રિજેક્ટ કરીને તમે તમારો જવાબ મેળવો,એક્સ ઇસ ઇકવલ ટુ હાઉ મચ.એ પછી બીજા વાય,ઝેડ પણ એમનો જવાબ મેળવી જ લેશે.”

“અને સમીકરણ એલજેબ્રીક નાં હોય તો ?”

“જો સમીકરણ મેટ્રીક્ષ ફોર્મમાં હોય તો…”

“ગોસ જોર્ડન,ગોસ એલીમીનેશન….”

“હા,લવ મેરેજ કરવા હોય અને લવ લાઇનને બદલે લવ ટ્રાયએન્ગલ કે લવ પોલિગન હોય તો..થોડાક રો અને કોલમમાં ફેરફાર કરીને પ્રપોઝ કરી દો.”

“અને જો એલજેબ્રીક નાં હોય…..મેટ્રીક્ષ પણ નાં હોય અને નોન એલજેબ્રીક જોય તો….?”

“તો ઍક જ રસ્તો છે,એવો રસ્તો જેમાં જવાબ એકદમ મળવાની ખાતરી નથી પરંતુ એ સિવાય કોઈ રસ્તો નથી.”

“કયો ?”

“ન્યુમેરીકલ મેથડ.ફોલ્સ પોઝિશન,ન્યુટન રેફસન મેથડ,બાય શેકશન મેથડ.”

“એટ્લે ?”

“એટ્લે એમ કે જ્યારે તમે નક્કી નાં કરી શકો કે શુ કરવાનું છે ત્યારે એન્જીનીયરો ને ખબર હશે, ટ્રાય એન્ડ એરર મેથડ.જયાં સુધી તમને જવાબ નાં મળે ત્યાં સુધી મથ્યા કરો.એજ છે ન્યુમેરીકલ મેથડ.”

“તમે કીધું આ એક સમીકરણ સોલ્વ કરવાની પ્રક્રિયા છે.તો આ સમીકરણ બનાવે છે કોણ ?”

“કોઈ પણ સમીકરણ બનાવવાં માટે શુ જોઈએ ?”

“બિંદુઓ,ડેટા.”

“એકઝેટલી, એ ડેટા એટ્લે કે છોકરાં,છોકરીઓને સોલ્વ કરવા માટેનાં સમીકરણો બનાવવાનો જરુરી ડેટા ભેગા કરી આપે છે એમનાં જ મિત્રો,બહેનપણીઓ અને સગા સંબંધીઓ.”

“તમને તમારો જવાબ મળી ગયો ?”

“એ જ તો મારે તમને પૂછવાનું હતુ.”
એન્જીનીયર સિવાયનાં મિત્રોને કદાચ અડધું નાં સમજાય તો ચિંતા નાં કરતાં.

પણ જો એન્જીનીયર મિત્રોને પણ નાં સમજાય તો જરૂર ચિંતા કરજો.

1.3 પેરેલલ યુનિવર્સ

For part 2

https://dap12997.wordpress.com/2018/02/01/1-2-%e0%aa%aa%e0%ab%87%e0%aa%b0%e0%ab%87%e0%aa%b2%e0%aa%b2-%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8/
 Part 3: 1.3 parallel universe

૧૬ જાન્યુઆરી,૨૦૧૭.રાતનાં ૧:૨૫:૩૦ નો સમય.હિયા સમજી ગઇ કે પોતે ઘરે આવીને સુઈ ગઇ,અને જેવી એ જાગી ત્યારે એ બીજા જ યુનિવર્સમાં પહોંચી ચૂકી છે.

“તો યુનિવર્સ યુનિવર્સ વચ્ચે તારીખો પણ બદલાય છે, ત્યાં ગઇકાલે ૧૬ તારીખ હતી અને અહિયાં આજે ૧૬ તારીખ છે.કમાલ છે….”હિયા મનમાં જ વિચારતી જતી હતી ત્યાં ઉપર પોતાનાં રૂમથી દરવાજાનું હેન્ડલ ખુલવાનો અવાજ આવ્યો.

હિયા પોતાનાં રૂમ તરફ દોડી.એણે લાગ્યું કે નક્કી કાંઇક અજુગતું થયું હશે.ઉપર જઇને જોયું તો રૂમનું હેન્ડલ ખુલ્લું પણ રૂમનું બારણું બંધ હતું.

“મને સો ટકા યાદ છે કે મે આ બારણું બંધ કર્યું  અને હુ ઊંઘી પણ નથી નીચે આવીને, કે મારી દુનિયા કે આ યુનિવર્સ ફરીથી બદલાઇ જાય.”મનમાં હિયા બબડી.

હિયા દરવાજાની બહાર જ ઊભી હતી.વાતાવરણમાં જાણે તોફાન પહેલાની નીરવ શાંતિ હતી.પરંતું આ યુનિવર્સને ક્યાં ભાન  કે, એ એક અનંત મૈત્રીનું સાક્ષી બનવા જઇ રહ્યું .

હિયા હજુય દરવાજાની બહાર જ ઊભી હતી.

“હેલો,કોઈ છે અંદર ….?”હિયા.

હજુ હિયા પોતાનું વાક્ય પુરુ કરે એ પહેલા જ અંદરથી કોઇએ દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતાંની ક્ષણે જ અંદરથી ધબાક કરતો કોઈ પડછાયો સીધો જ હિયા તરફ ધસી આવ્યો અને હિયાને ધક્કો માર્યો.હિયા હજુ સામેના પડછાયાને જુવે એ પહેલા તો એ સીડીઓથી સીધી નીચે ગગડી ગઇ.

પોતે કોઈ નાજુક વ્યક્તિ સાથે અથડાયાનો ખ્યાલ આવતાં એ પડછાયો પણ સીડીઓ તરફ આવવા દોડવા લાગ્યો.

“આઇ એમ સોરી….સો..સોરી…”કોઈ છોકરાનો અવાજ જણાઈ રહ્યો હતો.એ છોકરો દોડતો દોડતો સીડી ઉતરીને હિયા પાસે આવ્યો.હિયાને હાથ દઈને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો.

“બાય ધ વે,હુ આર યુ ?”હિયા.

“એક્સ કયુઝ મી….મારા ઘરે આવીને મને જ….”છોકરો બોલતાં બોલતાં આજુ બાજુ જોવા લાગ્યો.

“મને કેમ એમ લાગે છે કે આ ઘર મારૂ નથી ?”છોકરો.

હિયાએ આંખો અધ્ધર કરી અને કહ્યું,

“એકઝેટલી, કેમ કે, આ ઘર તમારુ નથી જ.હવે કહેશો ? તમે …? ક્યાંથી આવી ગયા મારા રૂમે ?”

“તમારો રૂમ ?”

“તમને હું આંટી લાગુ છું ?”

“તો તમને પણ હુ અંકલ …..”

બન્ને એક સાથે જ બંધ થઈ ગયા.હિયાએ બે ક્ષણ અટકીને પછી તરત જ ઘરનાં એક્ઝિટ ડોર સામે હાથ બતાવતાં કહ્યું,

“ઓકે,તુ જઈ શકે છે.આ તારું ઘર નથી.”હિયા.

“ઓકે,સોરી.તને વાગ્યું તો નથી ને ?”છોકરો.

“નાં, એ હુ જોઇ લઈશ બધું.નાઇસ ટુ મીટ યુ.”

“સેમ.”છોકરો.

છોકરો સમજીને જાતે જ દરવાજા તરફ ઉપડ્યો.બહાર જઇને હળવેક થી દરવાજો બંધ કર્યો.

હજી તો હાલ હિયા શાન્તિથી સોફા પર બેસી કે, એ છોકરો પાછો દરવાજો ખોલીને બે સેકન્ડ માટે આવ્યો,

“બાય ધ વે,એક વાત કહેવાની રહી ગઇ…”એ છોકરો,”માય નેમ ઇસ કેવિન,એન્ડ આઇ થિંક યુ આર હિયા,એન્ડ નોટ હિના.થેન્ક યું.”

આટલું કહીને દરવાજો બંધ થઈ ગયો.છોકરો ફટ લઇને જતો રહ્યો.હિયાને નવાઈ લાગી.કેવિન ? આ એજ કેવિન હોવો જોઈએ જેનો અવાજ સવારે બીજા યુનિવર્સમાં એને(હિયાને) કૉલેજમાં સંભળાયો હતો.વળી બન્નેનાં અવાજ પણ મળતાં આવતાં હતાં.અને એણે ક્યાંથી ખબર કે હુ હિયા છું.હિના નહીં ?

હિયા દરવાજા પાછળ દોડી.પણ દરવાજો બંધ થઈ ચુક્યો હતો.હિયાએ જઇને ફટાફટ દરવાજો ખોલ્યો.સામે કોઈ ઉભુ કે જતું દેખાઈ રહ્યું નહતું.કેવિન રહસ્યમય આવ્યો અને રાતનાં અંધારામાં રહસ્યમય જ કાંઇક ક્યાંક જતો રહ્યો.હિયાએ રાતે બહાર જવાની કોશિશ નાં કરી.

પાછી આવીને સોફા પર બેસી.વિચાર કરવા લાગી.

‘જ્યારે પોતે નીંદર લે છે ત્યારે અમુક વખતે એ ખબર નહીં કેવી રીતે પણ, બીજા યુનિવર્સમાં આવી જાય છે.અત્યાર સુધી એમ હતુ કે પોતે એકલી જ છે કે જે આ રીતે ટ્રાન્સપોર્ટ થઈ જાય છે એક યુનિવર્સમાંથી બીજા યુનિવર્સમાં. પણ આજે કેવિનને જોઈને અને એનાં શબ્દો પરથી લાગ્યું કે એ પણ મારી જેમ ભૂલો પડ્યો છે આ બધાં ચકકરોમાં.એવું લાગતું હતુ કે એ એનાં ઘરે સૂતો હતો અને જાગીને દરવાજો ખોલ્યો અને સીધો બીજી દુનિયામાં આવી ગયો હોય.અને વળી મે એને ઘરની બહાર મોકલી દીધો.આ એનાં માટેની નવી એવી પેરેલલ દુનિયામાં બિચારો ક્યાં જશે ?એને તો કદાચ ખબર પણ નહીં હોય પેરેલલ વર્લ્ડની થિયરી. ગમે તેમ હોય પણ એ એક જ છે અત્યારે કે જે મારી વાત અને મારી પરિસ્થિતિ સમજી શકે.મારે એને મળવું જ પડશે.જો હુ સુઈ જઈશ અને બીજી પેરેલલ જગ્યાની પેરેલલ હિયા બની જઈશ અને કેવિન આ જ દુનિયામાં રહી ગયો તો અમે બન્ને ક્યારેય ફરીથી મળી નહીં શકીએ.અને જો એવું બન્યુ તો હુ એની હેલ્પ ક્યારેય નહીં લઈ શકુ…..નાં…નાં…મારે આજે જાગવું જ પડશે.હુ સુઈ નાં શકુ….’

આખી રાત ચિંતા અને વિચારોનાં ચકરાવે હિયા આખી રાત જાગતી જ રહી.સવાર થઈ.૧૬ જાન્યુઆરીની હિયા સિવાય સૌ કોઈ માટેની ફ્રેશ સવાર.

હિયાએ બ્રેડ અને વધેલ બટર લીધુ.એનાં પપ્પા સાથે વાતચીત કરી.બટરનું એ પેકેટ પતી ગયું એનાં ‘માય બટર’લખેલ કાગળને ડસ્ટબિન ભેગું કર્યું અને કાગળને જોઈને એનો આભાર માનતાં હિયાએ કહ્યુ,”થેન્ક યું બટરપેપર.”

બટરનું બીજુ પેકેટ તોડ્યું.બન્ને નાસ્તો કર્યો છેલ્લે હિયા બસમાં ઉપડી કૉલેજ તરફ.ડેવિડ આ યુનિવર્સમાં પણ એની ઊંઘમાં જ હતો.પરંતું આજે હિયા કેવિન અને ઍની પરિસ્થિતિ વિશે જ વિચારતી રહી અને એમાંને એમા કૉલેજ આવી ગઇ.

હિયા ભૂલથી ડેવિડને ઉઠાડવાનું પણ આજે ભૂલી ગઇ.આજે હિયાને ઉતાવળ હતી એ અવાજ સાંભળવાની.એ અવાજ જે એણે બીજા યુનિવર્સમાં આજે ઘટનાક્રમમાં ગઇકાલે સાંભળ્યો હતો.ફટાફટ એ ત્યાં જઇને ઊભી રહી ગઈ જયાં એને અવાજ સંભળાયો હતો.

પાંચ મિનીટ… દશ મિનીટ…પરંતું હજુ સુધી કોઈ અવાજ એણે સંભળાયો હતો નહીં.

“એક્સકયૂઝ મી,ગર્લ.આર યુ હિયર ફોર સમથિંગ ?” કોઈ યંગ લેડીનો અવાજ આવ્યો.

હિયાએ બાજુમાં ઉભેલ યુવતી સામે જોયું.

“આઇ એમ સોરી.આઇ ડોન્ટ નો યુ મિસ.”હિયા.

“સોરી,આઇ એમ ડૉક્ટર.એચ.આર યું કન્ફર્ટ વિથ ગુજરાતી ?”

“હા, સ્યોર.”

“મારૂ નામ ડૉક્ટર.એચ છે.હુ ફોરેઈન યુનિવર્સીટીથી અહિયાં આવી છું.રિસર્ચ અર્થે.મને કહેશો કે અહિયાં ફિઝીકસ ડીપાર્ટમેન્ટ ક્યાં હશે ? જણાવશો ?”

“યસ.ઓકે,બ્લોક ડી.ગ્રાઉન્ડ ફ્લોર.ફિફ્થ ઓફીસ ઈન ઓફીસ સેક્શન.મને ખબર છે ત્યાં સુધી તો એજ હશે.”હિયા.

“ઓકે.મને લાગે છે કે તમારે હવે કલાસએ જવું જોઈએ.ક્લાસનો ટાઈમ થવા આવ્યો છે.તમે અહિયાં જે કારણસર ઉભા હોય એ કદાચ તમને આજે અહિયાં પ્રાપ્ય નહીં થાય.થેન્ક યું.”આટલું કહીને એ યુવતી ઓફીસ તરફ દોડતી ચાલી ગઇ.

જે કાઈ બન્યુ એ તમામ હિયાને ફરીથી અજીબ લાગ્યું.પરંતું કદાચ એને હવે ધીમે ધીમે અજીબો ગરીબ ઝીલવાની આદત પડવા લાગી હતી.એણે પ્રોફેસર ડૉક્ટર.એચ. પર ઝાઝું ધ્યાન નાં આપ્યું.

અડધા દિવસની કૉલેજ.કૉલેજ પુરી કરીને હિયા ઘરે પહોચી.દીવસ આખો શાન્તિથી જ જઇ રહ્યો હતો,ત્યારે સાંજે ઘરનો ડોર બેલ વાગ્યો.

“અત્યારે પપ્પાનાં ઘરે આવવાનો સમય છે નહીં.અને મે કોઈને ઘરે બોલાવ્યા નથી…”હિયા મનમાં જ.

એણે જઇને દરવાજો ખોલ્યો.દરવાજે કેવિન હતો.

કેવિન હિયાને જોતાં જ બોલ્યો,

“આજે બસમાં ડેવિડને જગાડ્યો કેમ નહીં ?”

હિયાને નવાઈ લાગી.

“પહેલા ઘરની અંદર આવ.પછી વાત કરીએ.”

કેવિનએ અંદર આવતાં આવતાં કહ્યું,

“તને કદાચ ખ્યાલ નહીં હોય.પરન્તુ તે ડેવિડને જગાડ્યો નહીં.એનાં લીધે એને ડ્રાઇવરે જગાડવો પડ્યો.ડ્રાઇવરની ૦.૦૦૩ કિલો કેલરી એમાં વેસ્ટ થઈ.અને કદાચ તને ખબર નહીં હોય કે જો એ ડ્રાઇવરની એ ૦.૦૦૩કિલો કેલરી બચી ગઇ હોત તો હુ તને કૉલેજમાં જ મળી શક્યો હોત અને મારી ૧૮૯.૯ કિલો કેલરી બચી જાત.આ બચેલી કેલરી હુ વાપરી શકત તને લાસ્ટ યુનિવર્સમાં બચાવવા માટે મળવા માટે અને જો તુ ત્યાં બચી ગઇ હોત મળી ગઇ હોત તો……..”એકશ્વાસે કેવિન બોલતો જ જતો હતો.

“તો….?” હિયા એની આખી સ્પીચથી દંગ રહી ગઇ હતી.

“તો તું અને હુ અત્યારે આ યુનિવર્સમાં હોત જ નહીં.”

“થેન્ક યું.પણ હવે સમજાવીશ આખી વાતનો મતલબ ?”

“સ્યોર.પણ એ પહેલા બીજો કોઈ સવાલ?”

“હા, તુ છે કોણ ?”

(ક્રમશઃ)
Next part coming soon

1.1 પેરેલલ યુનિવર્સ

પેરેલલ યુનિવર્સ

(સમાંતરીક વિશ્વ)

  મુંબઇ થી દિલ્લી ની ટ્રેન , ટ્રેન ની ઍક મુસાફર , હિયા . હિયા સોળ વર્ષની છોકરી હતી , જે એનાં પપ્પાને મળવા દિલ્લી જઇ રહી હતી. દિલ્લીમાં એનાં પપ્પા સરકારી નોકરી કરતા હતાં.

મુંબઇ થી રાત્રે  સાડા દશે ટ્રેન ઉપડી , હજુ દિલ્લી આવવામાં ઘણી વાર લાગશે , એટ્લે હિયા ચાલુ ટ્રેનમાં પોતાનો બધો સામાન લોક કરીને ચાવી ખિસ્સા માં મુકી ને સુઈ ગઈ. આશરે સોળ કલાક નું ટ્રાવેલિંગ હતુ.

સાડા ત્રણે એ દિલ્લીનાં પ્લેટફોર્મ પર ઉતરી , એનાં પપ્પા એને લેવા આવવાનાં હતાં , બધી વાત થઈ ચૂકી હતી . એને પ્લેટફોર્મ પર ચારેય તરફ જોયું , એનાં પપ્પા ક્યાંય દેખાતા નહતા.

એનાં પપ્પાને ફોન લગાવ્યો ,

“હેલો , પપ્પા , કેટલે રહયા , હુ સ્ટેશને આવી ગયી ”

“હેલો , કોણ બોલો છો તમે?” સામેથી કોઈ નવયુવાન જેવો જ અવાજ આવ્યો.

હિયા ને થયુ કે , પપ્પા ઓફીસ જતા રહ્યાં લાગે છે , પણ એમને લેવા આવવાનું પ્રોમિસ કર્યું હતુ ,

“ઓકે , મારા પપ્પા , રાજેન્દ્રભાઈ ને આપો ને , હુ….” હિયા એ નામ દેવાનું ટાળ્યું.

“જી , સોરી  , પણ નંબર લખવામાં તમારી ભુલ થાય છે , હુ  ગજેન્દ્ર બોલું છું , રાજકોટ થી .”

હિયા એ ફોનની સ્ક્રીન જોઇ , ‘પપ્પા’  જ લખેલું હતુ , અને પપ્પાને જ ફોન લગાવેલ હતો.

“આ નંબર મારા પપ્પાનો છે , છેલ્લા બે એક વરસો થી ” હિયા.

“સોરી પણ , આ સિમ મારુ છે , છેલ્લા છ વરસ થી હુ આ વાપરું છું”

હિયા ને નવાઈ લાગી , એનાં પપ્પાનું સિમ કાર્ડ જેનાં પર એને અત્યાર સુધી વાતો થતી હતી , એ કેવી રીતે છ વરસ થી બીજા કોઈ જોડે હોઇ શકે ?

હિયા એ ઓટો કરી અને એનાં પપ્પાની ઑફિસે ગઇ , એનાં પપ્પાની કેબિન આગળ ગઇ , જઇને જોયું તો કેબીન ઉપર ‘મી. આર. એમ. ખાન ‘  નું બોર્ડ લગાવેલું હતુ.

“સર , બે જ મિનીટ” હિયા એ ત્યાંના ઍક વર્કર ને બોલાવવા કીધું.

એ ભાઈ આવ્યાં ,

” જી આ કેબીન જેમની હતી એ રાજેન્દ્ર ભાઈ પટેલ ની કેબીન હવે ક્યા હશે?” હિયાએ પુછ્યું.

“જી , આ કેબીન છેલ્લાં ચાર વર્ષ થી મીસ્ટર ખાન ની જ છે , ઍક કામ કરો , મેનેજર સાહેબ ને પૂછી જુઓ”

“મેનેજર સાહેબ…..? હિયા એ પુછ્યું.

“એ પાંચ વાગ્યે આવશે”

હિયા પાંચ વાગ્યા સુધી ત્યાં બેસી રહી , પાંચ વાગ્યે મીસ્ટર ખાન , મેનેજર આવ્યાં.

“આપ યહાઁ કે મેનેજર હો ?” હિયા.

“હા , ક્યુ?”

“મેરે પાપા યહાઁ કે મેનેજર થે , આપ કૈસે યહાઁ કે મેનેજર હો ગયે?”

“આપકે પાપા કા નામ?”

“રાજેન્દ્ર ભાઈ પટેલ ”

“ઓહ , મીસ્ટર પટેલ , વો તો પ્રોડકશન ડિપાર્ટમેન્ટ કે હેડ હે , આપ ઉનકી બેટી હો?”

“પ્રોડકશન ?  વો ઇસી ડીપાર્ટમેન્ટ મે થે”

“આપકો કોઈ ગલતફેહમી હુઈ હે , મે આપકો ઉનકી કેબીન તક લે જાતા હુ ”

મીસ્ટર ખાન એ પ્રોડકશન સ્ટાફ ની લિસ્ટ માં હિયા નાં પપ્પા નું નામ અને જોઈન થયાં ની તારીખ બતાવી , પછી મીસ્ટર ખાન એને રાજેન્દ્ર ભાઈ પટેલ ની કેબીન સુધી લઇ ગયા .

ઍક તો પપ્પા પોતાને લેવા સ્ટેશનએ આવ્યાં નહીં , અને બધાને એમને ખોટું કહ્યુ કે , એ મેનેજર છે.

કેબીનમાં દાખલ થઈ , કોઈ હાજર નહતું , એ બેસી રહી.

થોડી વારમાં એનાં પપ્પા આવ્યા ,

“અરે , હિના , તુ આવવાની હોય તો જણાવી દેવાય ને ઍક વાર , તને લેવા આવી જાત હુ” આવતાં ની સાથે હિયા નાં પપ્પા એ કીધું.

હિયા ને તો આંચકો લાગ્યો , એને થયુ કે આ બધુ શુ થઈ રહ્યુ છે પોતાની સાથે ,

“તમે પ્રોડકશન વિભાગ માં ક્યારથી છો ?”  હિયા એ સિરિયસ બની પુછ્યું.

“હુ કંપની માં જોઈન થયો ત્યાર થી આ પ્રોડક્શન વિભાગ માં જ છું હિના , મે ક્યારે કીધું કે હુ બીજા કોઈ વિભાગ મા છું”

“હીના? , મારૂ નામ હિયા છે ડેડ , હીના કહો છો તમે” હિયા એ ચીડાઈને કીધું.

“ડેડ ? , તુ હીના જ છે કે ? , અને અમે જ તારું નામ હિના રાખ્યું હતુ , તારું નામ હીના જ છે”

હિયા ને થોડુ અજુગતું લાગ્યું , ખબર નહીં સવાર થી આ બધુ શુ થઈ રહ્યુ હતુ. આ બાજુ હિના નાં પપ્પાને પણ હિયા માં એટલું જ આશ્ચર્યજનક લાગ્યું , હિયા નું અજીબ વર્તન જોઇ ને . હિના હંમેશા પપ્પા કહીને જ બોલાવતી હતી , કદીય ડેડ કહ્યુ નહતું હિના એ.

હિયા એનાં પપ્પા સાથે ઘરે ગઇ , બધુ બરાબર હતુ , એની મમ્મી નો ફોટો , એની દરેક વસ્તુઓ ,એની બીજી તમામ  બાબતો , એનાં પપ્પાને લગતી તમામ બાબતો સરખી જ હતી , માત્ર નામ સિવાય બધુ જ બરાબર હતુ .

એમના આજુ બાજુ ના પાડોશીઓ પણ એને હિના જ કહેતાં જ હતાં .

હિયા ને દિલ્લીનો ઍક મિત્ર યાદ હતો , જીમિત . જીમિત પેહલા એનો બીજો  દોસ્ત હતો , રવી. રવી અને હીયા છેલ્લાં થોડા સમયથી ઍક બીજા થી બોલતા નહતા, એટ્લે રવી પછી હિયાનાં જીવનમાં જીમિત આવેલો .

મિત્રો આવેલા , એમને હિયા એ પુછ્યું ,

“જીમિત ક્યા ગયો , એ કેમ ના આવ્યો?”

“જીમિત ? એ વળી કોણ?” એની બધી ફ્રેન્ડ્સએ કીધું.

હિયાને ફરી ચર્ચા નહતું બનવું , એને સ્વીકારી લીધુ ,” કાંઇ નહીં , ભુલ મા જ નામ લેવાઈ ગયું”

એટલા માં જ રવી આવ્યો,

“આવ , રવી ”

“રવી ? આને કોણે બોલાવ્યો છે?” હિયાએ  થોડા કટાક્ષ મા જ કીધું.

રવીને થોડુ અજીબ લાગ્યું , હીના તો પોતાને આ રીતે કદીય બોલાવતી નહીં .

“મને બોલાવવાની જરુર નથી , હુ હંમેશ તમારી સાથે જ છું” રવી એ ઉત્સાહ થી કીધું , રવી અને પોતે તો ક્યારના ય બોલતાં નથી ઍક બીજા ને , અને રવી સામે આવીને વાત કરે એવું શકય જ નહતું. જીમિત ને કોઈ ઓળખતું નહતુ કે જે પોતાનો મિત્ર હતો . અને જે મિત્ર ને એ બહુ પેહલા જ ગુમાવી ચૂકેલી એ આપ મેળે જ પાછો આવી ગયેલો , જાણે કે બન્ને વચ્ચે કાઈ અબોલા જેવું થયુ જ ના હોય.

હિયાને લાગ્યું કે , જરુર પોતાને કાંઇ થઈ ગયું છે , પોતે બાયોલોજી ની સ્ટુડન્ટ હતી , એને લાગ્યું કે પોતાની માનસિક સ્થિતી બરાબર નથી જણાતી , એ બધુ ભૂલી રહી છે , અને ભુલાઈ ગયેલ વસ્તુઓનું સ્થાન કલ્પનાઓ એ લઈ લીધુ છે.

એને બીજા દિવસે જાણીતા ડૉક્ટર ને બતાવ્યું , સ્કેન કરાવ્યું , બધા રિપોર્ટ્સ નોર્મલ જ આવ્યાં.

એની જોડે દિવસમાં બનતી મોટા ભાગ ની  ઘટનાઓ સામાન્ય રેહતી , પણ અમુક ઘટનાઓ ખરેખર અજીબ બનતી , પોતે આ બધુ સમજવું મગજ બહાર લાગતું હતુ.

બધાં રિપોર્ટ્સ નોર્મલ હોવાં છતાંય એને મનોચિકિત્સક ની સલાહ લીધી., પણ કાંઇ પરિણામ મળ્યું નહીં.

આશરે ત્રણેક વર્ષ વીતી ગયા , હિયા હીના નામ સાથે જ કૉલેજ મા આવી ગઇ , ઍક દીવસ એને ઍક બુક વાંચી , જાણીતા વૈજ્ઞાનિકએ એ બુક માં પોતાની થિયરીઓ રજુ કરી હતી , એમા એ વૈજ્ઞાનિકે પેરેલલ યુનિવર્સની થિયરી પણ રજુ કરી હતી.

એમની થિયરી મુજબ , આપણે જેવી પૃથ્વી , યુનિવર્સ(દુનિયા) માં રહીએ છી એ , જે સમયમાં જીવીએ છીએ , એવું ને એવું યુનિવર્સ , એવા ને એવા લોકો પણ બીજા યુનિવર્સ માં , બીજા સમયે અસ્તિત્વ ધરાવે છે , કેટલાંક લોકો જાણે અજાણ્યે એમની દુનિયા માંથી બીજી દુનિયામાં જઇ પહોચે છે , જ્યારે બન્ને દુનિયાનો વચ્ચે ઉર્જા નું અસંતુલન પેદા થઈ ઉઠે ત્યારે એ ઉર્જા નાં સંતુલન માટે બન્ને દુનિયા ના વ્યક્તિઓ ટ્રાન્સફર થઈ જાય છે ઍક બીજા ની દુનિયા માં.

બન્ને વ્યક્તિઓનું જીવન , જીવન દ્રશ્યો અને જીવન ને લાગતી તમામ બાબતો મોટા ભાગે સમાન જ હોય છે , જેથી સામાન્ય રીતે પેરેલલ યુનિવર્સ નું અસ્તિત્વ જાણવું મુશ્કેલ થઈ પડે છે ,અને સામાન્ય વ્યક્તિ ની સમજ બહારનું થઈ પડે છે
હિયા ને થઈ પડ્યું કે , પોતે પણ પોતાની દુનિયાની હિયા જ છે , જે આ દુનિયાની હિના સાથે બદલાઇ ગઇ છે , આ દુનિયા પોતાની નથી , પોતે આ દુનિયા મા ફસાઈ ગઇ છે.

હિયા એ થોડા બીજા પ્રયત્નો કર્યા , અને પેરેલલ યુનિવર્સ ની માહિતીઓ એકત્રિત કરી , ભૂતકાળ મા પણ દુનિયામાં કેટલાંક છુપા કિસ્સાઓ બની ચૂકેલા જણાયા કે જેને માત્ર થિયરી ઓફ પેરેલલ યુનિવર્સ જ સમજાવી શકતું હતુ.

 

For part 2: 1.2 parallel universe

https://dap12997.wordpress.com/2018/02/01/1-2-%e0%aa%aa%e0%ab%87%e0%aa%b0%e0%ab%87%e0%aa%b2%e0%aa%b2-%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8/

1.2 પેરેલલ યુનિવર્સ

For part 1

https://dap12997.wordpress.com/2018/02/01/1-1-%e0%aa%aa%e0%ab%87%e0%aa%b0%e0%ab%87%e0%aa%b2%e0%aa%b2-%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8/
1. પેરેલલ યુનિવર્સ :2

હિયા ને વિશ્વાસ બેસી ગયો કે પોતે , બીજી દુનિયાથી અહી આવી પહોચી છે, પણ હજુય એનાં મન માં સવાલ હતો કે , કેવી રીતે ? એનાં જીવન માં બધુ જ તો નોર્મલ ચાલતું હતુ , એ એની જીંદગી , એનાં દોસ્તો , અને એની દુનિયા.

” જે કાંઇ થયુ , એનું મૂળ ક્યાંક તો છુપાયેલું હશે જ , મારે એને શોધી કાઢવું જોઇ એ” હિયા ને મનમાં ઘણીયે વાર આ વિચાર આવતો હતો , એ બુક વાંચ્યાં પછી એ ઘરે આવી.

ઘરે આવીને ચેનથી સુઈ ગઇ..

 

 

16 જાન્યુઆરી 2017 , એટ્લે કે   બીજા દિવસે સવારે  એ હિના નાં પપ્પાને મળી , બન્ને બ્રેડ બટર ખાઇ રહ્યાં હતાં , બટર નું છેલ્લું પેકેટ તોડીને લઇને હિયા ડાઇનિંગ ટેબલ પર આવી.

“ઍક વાત પૂછવી હતી” હિયા એ બ્રેડ પર બટર લગાવતા કીધું.

“એમા પૂ
છવાનું શુ હોય ?  પૂછી નાખ”  પપ્પાએ કીધું.

” ડેડ , તમે આ મોબાઇલ નંબર ક્યારથી વાપરો છો?” હિયા એ પુછ્યું.

“ડેડ નહીં , પપ્પા કહો , મને ડેડ સાંભળવાની આદત નથી ”

“હા , પપ્પા ! બસ ” હિયા એ હીના ની જેમ કહ્યુ.

“આશરે સાતેક વર્ષ થી મારા જોડે આજ ફોન અને આ જ સિમ  છે”

“જ્યારે હુ એકલી ટ્રેન માં બેસીને તમારી જોડે દિલ્લી આવી ગઇ હતી , ત્યારે તમને ખરેખર ખબર નહતી કે હુ આવવાની છું કે પછી ઢોંગ કરતાં હતાં ?”

“શુ ? તુ ટ્રેન મા આવી હતી ? તારું ઠેકાણે તો છે ? ” પપ્પા એ જરાક વધારે જ રીએક્ટ કરી દીધું.

“કેમ ? શુ થયુ?”

“તારી ટીકીટ બુક કરાવનાર અંકલને મે જ કહ્યુ હતુ , અને તુ ટ્રેનમાં નહીં , પ્લેન માં આવી હતી હિના ” હીના નાં પપ્પા એ હિયાને કીધું.

“સોરી , હુ જ ભૂલી ગઇ કે હુ પ્લેન માં આવી હતી” હિયા એ તરત જ કબૂલી લીધુ.

નાસ્તો પતાવીને તરત જ એ પોતાના રૂમમાં ગઇ , એનાં સુવાના પલંગ ની ચાદર વગેરે નો રંગ બદલાઇ ચુકેલો હતો , જ્યારે એ ગઇકાલે આવીને ઊંઘી , ત્યારે ચાદર ગુલાબી , ઓશિકા સફેદ , પડદો ભૂરો અને સોફા લીલા હતાં , અને અત્યારે ચાદર શ્વેત , ઓશિકા ભૂરા , પડદો ગુલાબી અને સોફા કથ્થાઈ રંગ ના હતાં.

હિયા ને સમજાઈ ગયું કે , એ પાછી બીજી દુનિયામાં આવી ચૂકી છે , એને થયુ કે હોઇ શકે કે એ પોતાની જ દુનિયામાં પાછી આવી ચૂકી હોય. એને આનંદ થયો , ખુશી ના મારે એ જૂમવા લાગી , આનંદ નો છોર રહ્યો નહીં , પોતે પોતાની દુનિયા મા પાછી આવી ગઈ હતી. એને પોતાના અસલી ઘર ના અસલી સોફા નો અસલી કથ્થાઈ રંગ , અસલી ઓશિકાનો અસલી ભૂરો રંગ જોઈને ઝુમી ઉઠી. એ બે ઘડી એનાં જીવન ની સૌથી યાદગાર ક્ષણ બની રહી , એની પાસે એવો આનંદ હતો કે જેની વિશે એ કોઈ ને કહી પણ શકતી નહતી , જો એ લોકોને જણાવે તો લોકો એને જ પાગલ માની બેસે.

પણ એની એ ખુશી ઝાઝી ટકી નહીં , એની બધી ખુશી ભાંગી ઉઠી જ્યારે અવાજ આવ્યો કે ,

“હીના બેટા , કૉલેજ ની બસ આવી છે”

“ઓકે ડેડ ”

“ડેડ નહીં , પપ્પા ” પપ્પા નો અવાજ આવ્યો.

અવાજ સાંભળતા જ હિયાને ખ્યાલ આવ્યો કે , એનાં પપ્પા ને ડેડ કેહડાવવામાં કાંઇ જ વાંધો નહતો , ઉલટાનું હિયા એમને પપ્પા કહે એ એમને પસંદ નહતું.

“ઇટ્સ નોટ માય વર્લ્ડ ” મનમાં જ હિયા એ વિચાર્યું.

બસમાં બેસી ને જતા જતા એને કડીઓ જોડવાનું શરુ કર્યું. અત્યાર સુધીની બધી ઘટનાઓ પહેલેથી વિચારી જોઇ .

બધુ જ નોર્મલ ચાલતું હતુ , પોતે ટ્રેન માં આવી , અને દિલ્લી આવતા જ બધુ બદલાઇ ગયું , કૉલેજ ગઇ , બુક વાંચી , ઘરે આવી ,અને સવારે બધુ બદલાઇ ગયું , બન્ને માં ઍક સરખું ઍક જ વસ્તુ બની , કે પોતે બીજી દુનિયામાં આવી ગઇ બન્ને વખતે . પેહલી વખત માં પોતાની દુનિયાથી બીજી દુનિયા માં , અને બીજી વખતે બીજી દુનિયા માંથી ત્રીજી જ દુનિયા માં.

હિયા વિચારતી જ હતી , ત્યાં એની સામે એને એનાં ક્લાસનાં છોકરાં , ડેવિડ ને ઊંઘતો જોયો .

“કમાલ છે , અહિ મારી આખી દુનિયા બદલાઇ ગઈ છે , અને આ ઊંઘે છે , ભગવાન કરે અને આની પણ દુનિયા પરિવર્તન થઈ જાય” હિયા એ મનમાં જ વિચાર્યું.

બે મિનીટ થઈ , હજુ ડેવિડ સૂતો જ હતો , હિયા ને એની સામે જોઇ ને જ ઈર્ષ્યા આવવા લાગી.

કૉલેજ આવવા  આવી , ડેવિડ નાં નસકોરાં જ બોલતાં હતાં , હિયા એ જઇને ડેવિડ ને જગાડ્યો ,

ઉઠતા ની વેંત જ ડેવિડ બબડવા લાગ્યો,

“હુ ક્યા છું , તમે કયાથી ……?” અને હિયા સામે તાકી રહ્યો. હિયા પણ એટલાજ આશ્ચર્ય થી એને તાકી રહી.

“સોરી , હિના , હુ ઉંઘ માં જ હતો ” આંખ સાફ કરીને ડેવિડ બોલ્યો.

“ઇટ્સ ઓકે ”  હિયા એ કેહવા ખાતર કહ્યુ.

“એવું રીએક્ટ કરે છે કે જાણે ઉંઘ માંથી ઉઠતા જ એની દુનિયા બદલાઇ ગઇ હોય , નખરા કરે છે “હિયા નાં મનમાં આવુ ચાલી રહ્યુ હતુ , ત્યાં જ હિયા ને લાઈટ થઈ .

હિયા ની સાથે બનેલા બન્ને પેરેલલ યુનિવર્સ નાં કિસ્સા માં ઍક જ વસ્તુ કોમન હતી , અને એ હતી ઉંઘ . ટ્રેન માં આવતાં પેહલા એનાં પપ્પાનો એ જ નંબર હતો કે જે હિયા નાં ફોન માં હતો , ટ્રેન માં એ સુઈ ગઇ , અને ઉતરી ત્યારે એ હિના ની દુનિયા માં પહોચી ચૂકેલી , બીજી વખતે પણ રાત્રે એ સુઈ ગઇ , અને સવારે દુનિયા બદલાઇ ગઇ. બન્ને કિસ્સા માં સામાન્ય માધ્યમ હતુ  ,ઉંઘ  . પોતે સુઈ જતી ત્યારે જ એની દુનિયા માંથી બીજી અને બીજી થી ત્રીજી દુનિયા માં આવી ગઈ હતી.

એ ઉતરી અને કૉલેજ પહોચી ,

“હિયા ….”  હિયા ને ક્યાંક થી અવાજ સંભળાયો .

હિયા ને નવાઈ લાગી , આ દુનિયા માં બધાં એને હિના જ કહેતાં હતાં .

“કોણ?” હિયા એ ધીમા અવાજે કહ્યુ.

“કેવિન ફ્રોમ યોર…….” અને અવાજ આવતો બન્ધ થઈ ગયો.

“કેવિન ફ્રોમ વોટ ?” હિયા એ ઉચ્ચાર કર્યો.

પણ અવાજ આવતો બન્ધ થઈ ચુક્યો હતો. હિયા ને નવાઈ લાગી , એને આ નામ ‘કેવિન ‘ પેહલી જ સાંભળ્યું હતુ , આ અવાજ પણ એને પ પેહલી જ વાર સાંભળ્યો હતો.

કૉલેજ પતાવીને એ ઘરે પહોચી , પપ્પા ઓફીસ નાં કામે થી બહાર જ હતાં. આવીને પોતાની પાસે હંમેશા રેહતી ચાવીથી ઘરનું લોક ખોલ્યું , સોફા પર બેગ મુકી, અને ફ્રેશ થવા સીડીઓ ચઢીને પોતાના રૂમ તરફ ગઈ ,

રૂમ નો દરવાજો અંદર થી બંધ હતો,

“કમાલ છે , મે તો એને બહાર થી બંધ કર્યો હતો , એ અંદર થી બંધ કોણે કર્યો ” મનમાં જ બબડી. એ સોફા પર જ જઇને સુઈ ગઇ .

થાક દુર કરવામાં ને કરવામાં ક્યા એની આંખ લાગી ગઈ એનું પણ એને ભાન ના રહ્યુ. જ્યારે જાગી તો જોયું તો , અડધી રાત થઈ ચૂકી હતી , એને યાદ આવ્યુ કે એને સાંજ નું જમવાનું હજી બાકી છે .

ચાલતી ચાલતી ફ્રીઝ જોડે ગઇ , ફ્રીઝ માં બટર નું ઍક પેકેટ પડયું હતુ . એ તોડ્યું અને બ્રેડ પર લગાવીને ખાધું . પેટ માં થોડી ઠંડક કરી અને એને યાદ આવ્યુ ,

“અરે , આ બટર તો ક્યારનું પડયું હતુ ……” એને ફરી લાઈટ થઈ , બટર તો સવાર માં જ પોતે અને પપ્પા એ  બધુ પતાવી દીધું હતુ .

દોડીને એને બટર નું પેપર ઉપાડ્યું ડસ્ટબિન માંથી . એ એજ પેકેટ હતુ કે જે એમને સવારે ખાધું હતુ , હિયા એ એની પર પેન વડે ‘માય બટર ‘ લખેલું હતુ. એને ડિજિટલ ઘડિયાળ માં તારીખ જોઇ.

01:25:30

16 જાન્યુઆરી 2017

ઘડિયાળ માં ગઈકાલ ની જ તારીખ બતાવતા હતાં . 16 જાન્યૂઆરી . આવુ કઇ રીતે બની શકે?
(  ક્રમશઃ )